Gujarat

સાવરકુંડલાના બાળક દ્વારા ભગતસિંહનું પાત્ર ભજવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી.- પાંચ વર્ષનાં યુગે શહીદવિર ભગતસિંહની યાદો અપાવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક વિધાલયમાં યોજાયેલ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ એકમાં અભ્યાસ કરતો બાળક યુગગીરી અમીતગીરી ગોસ્વામી દ્વારા ભારતનાં સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ ક્રાંતિકારી અને શહીદ વીર ભગતસિંહનું પાત્ર લઈ ભગતસિંહ નું સૂત્ર ” મેરા સીર્ફ એક હી ધર્મ હૈં ઓર વો હૈં દેશ કી સેવા કરના ” બોલી શાળામાં “ઈન્કલાબ ઝીંદાબાદ” ના નારા બોલાવ્યા હતા આ તકે ભગતસિંહનું પાત્ર લેનાર યુગગીરીને શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિન્સિપાલ કોમલબેન, કલાસ ટીચર આશાબેન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવનો ભાગ પાંચ વર્ષનો બાળક યુગ બન્યો હતો.

IMG-20220812-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *