Gujarat

સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર સિંહ પરિવારના ધામા.. બગોયા ગામની સીમ વિસ્તારમાં સિંહ યુગલ સાથે 3 બચ્ચાં આરામ ફરમાવતા જોવા મળ્યા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સિંહોની ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ સિંહો હવે જંગલ છોડી પાણી વાળા રેવન્યુ વિસ્તારોમાં સિંહો એ વસવાટ શરૂ કર્યો છે.
ખેતરો ખુલ્લા થઈ જતાં સિંહો આરામ ફરમાવતા જોવા મળ્યા હતાં.ખુલ્લા ખેતરોમાં મસ્તી કરતો સિંહ પરિવાર આવી ચડતા ખેડૂતો અને મજૂરોમાં ભય…
સાવરકુંડલાના બગોયા નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહોએ વસવાટ શરૂ કરતાં વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે સતત નાઈટ પેટ્રોલિંગ શરૂ કર્યું.ઉલ્લેખનીય છે કે ૪ દિવસ પહેલા બગોયા ગામમાં એક ગાયનો શિકાર કરી સિંહોએ મિજબાની માણી હતી.ખેતરમાં આરામ ફરમાવતા સિંહ પરિવારનો વિડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ થયો હતો

IMG-20220310-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *