Gujarat

સાવરકુંડલામાં આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે માનવમંદિરની મુલાકાત લીધી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલામાં આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે માનવમંદિરની મુલાકાત લીધી પૂ. ભક્તિરામબાપુની સેવાથી પ્રભાવિત થઈ અહીં ચાલી રહેલા અદ્યતન ડાઇનિંગ હોલમાં રૂપિયા ૨૧ લાખનું દાન આપી સેવામાં સહભાગી બન્યા છે.. છેલ્લા બે વર્ષથી ન્યુ જર્સીમાં માનવમંદિર વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ગુજરાતમાં રહેતા મિત્રોના માધ્યમથી માનવમંદિરની પ્રવૃત્તિ વિશે તેઓ માહિતગાર બન્યા પૂ. ભક્તિરામબાપુની સેવાથી પ્રભાવિત પણ થયા અને આ વર્ષે માનવ મંદિરની મુલાકાત લીધી અહીં ચાલી રહેલી સેવા વિશે જાણકારી મેળવી રૂબરૂ નિરીક્ષણ કર્યું ત્યારે રૂપિયા સવા કરોડના ખર્ચે અદ્યતન ડાઇનિંગ હોલનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં રૂપિયા ૨૧ લાખનું દાન આપી પૂ. ભક્તિરામબાપુની સેવામાંના સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવું કિશોરભાઈએ જણાવી અહીં આપવામાં આવતી સારવાર અને મનોરોગીઓની સેવા તેમજ ૧૦૯ મનોરોગી બહેનો અત્યાર સુધીમાં સાજી થઈ ગઈ અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે તે વાતથી તેઓ ખૂબ જ રાજી  થયા હતા ત્યારે કિશોરભાઈ પટેલની સેવાથી પૂ. ભક્તિરામબાપુએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરી એમણે આપેલા માતબર દાન સાભાર સ્વીકાર કર્યો હતો.

IMG-20221223-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *