Gujarat

સાવરકુંડલામાં ૯૬ વર્ષના વયોવૃધ્ધ વડીલે મતદાન કર્યું એ હેડ લાઈન બને. પરંતુ એ જ વયોવૃદ્ધ વડીલને રેલવેમાં મુસાફરી કરવા માટે યાત્રી ટિકિટ માટે કન્સેશનનો લાભ  મળે છે ? જે કોરોના કાળ પહેલાં જે લાભો પ્રાપ્ત થતાં હતાં. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો વરિષ્ઠ નાગરિક એટલે કે સાંઈઠ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા નાગરિકો કહેવાય.. આજે વરિષ્ઠ નાગરિકોના હિતોને સરકાર સમક્ષ મૂકવા માટે આમ ગણો તો મતદાન એ એક વિકલ્પ છે. યોગ્ય અને લાયક ઉમેદવારને ચૂંટણીમાં મતદાન દ્વારા પસંદ કરવાનો લ્હાવો લેવા માટે પણ મતદાન કરવું આવશ્યક છે.   યુવા જગતની સાથે વડીલ વયોવૃધ્ધ નાગરિકો દ્વારા પણ મતદાન કરવામાં આવતાં દ્રશ્યો પણ અમરેલી જિલ્લામાં જોવા મળેલ. એટલે જ કહેવાય છે કે ચૂંટણી પર્વ એટલે મતદાન કરી આપની પસંદનો યોગ્ય ઉમેદવાર ચૂંટવાનો દિવસ. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલામાં ૯૬ વર્ષના વયોવૃધ્ધ વડીલે મતદાન કર્યુ..આ પ્રસંગે સિનિયર સિટીઝનના હિતોનું જતન થાય તે માટે પણ વડીલ વયોવૃદ્ધ નાગરિકોએ મતદાન તો  કરવું જોઈએ.

IMG-20221202-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *