Gujarat

સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વૈકલ્પિક રૂટ જાહેર કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવે છે કે સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ફાટક નં.૦૭ પર રેલવે અંડરબ્રિજની કામગીરીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તેમજ રાહદારીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે સિક્કા તળાવથી સિક્કા પંચવટી મેઈન રોડ (જલારામ મેડિકલ) તથા દિગ્વિજય ગ્રામ જવા તરફ અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કો.લી. થર્મલ પાવર સ્ટેશન તરફ જવાના રસ્તા પર વાહન વ્યવહાર બંધ રહેશે.

જેના વૈકલ્પિક રૂટ તરીકે નગરજનોએ સિક્કા પાટીયાથી આવતા વાહનો માટે દિગ્વિજય ગ્રામ જવા માટે સિક્કા જેટી રોડ વાયા ગૌશાળા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત, સિક્કા વોર્ડ નં. ૦૫,૦૬, અને ૦૭ હેઠળ પંચવટી સોસા., ભગવતી સોસા., સર્વોદય સોસા., નૂતન નગર, સનસીટી, મારુતિનગર અને ગોકુલપુરી વગેરે સોસાયટીના રહેવાસીઓ સિક્કા તળાવ સામે રેલવેની કામચલાઉ ફાટકનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કો.લી. થર્મલ પાવર સ્ટેશન માટે સિક્કા પાટીયાથી વાયા મોટી ખાવડી-ગાગવા-મુંગણી ગામ થઇ આવવા-જવા માટે તે રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉપરોક્ત જાહેરનામાંનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *