પાટણ
પાટણનાં ડી.એસ.પી.એ પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાનાં સેનેટરી ઈન્સ્પેકટર પ્રકાશ રાવલ નગરપાલિકા વતી હાજર રહ્યા હતા. તેમને એસ.પી.એ કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી. જેમાં પાટણ સિદ્ધપુર ચાર રસ્તાથી ડીસા હાઈવે તરફ રિલાયન્સ પેટ્રોલપંપ સામેનાં સેવન ઈલેવન શોપિંગ સેન્ટર સુધીનાં બંને તરફનાં દબાણો, પડી રહેતા કેબીનોને દૂર કરવા, શેરડીનાં કોલાઓ સર્વીસ રોડ પર આવી ગયા હોવાથી તેને હટાવવા, ચોકડી પર આવેલા ટાયર પંકચરવાળા વેપારીને તેમને અંદરનાં ભાગે કામગીરી કરવા, સેવન ઈલેવન શોપિંગ સેન્ટર પાસે પડેલા કચરાને રોજે રોજ ઉપાડી લેવા, પાટણની શ્રમજીવી વસાહતનાં આસપાસ કોઈ કચરો ન નાંખે તેની તકેદારી લેવા અને જાે તેમ કરતાં અટકાવવા માટે પોલીસની મદદ પણ મળશે. આ ઉપરાંત પાટણ સિદ્ધપુર ચાર રસ્તાથી નવાગંજ રોડ, કોર્ટવાળા રોડ પર તાજેતરમાં નખાયેલ ભૂગર્ભ ગટરના લાઈન બાદ તેનાં પૂરાણ કરાયેલા ખાડા પર લેવલીંગ કરાવવા તથા તેના પર પાણીનો છંટકાવ કરવા, ચોકડી પર આવેલા તિરુપતિ બજાર પાસે હાઈવે સાઈડે સર્વિસ રોડ પર આવી ગયેલા શાકભાજીનાં લારી વાળાઓ અંદર ઘૂસી ન જાય તે માટે આડશો મુક્વાની સૂચના પાટણ માર્ગ મકાન વિભાગને આપી હતી. એમ ચેરમેન ગોપાલસિંહ રાજપૂત અને સેનેટરી ઈન્સ્પેકટર પ્રકાશ રાવલે જણાવ્યુ હતું. આ સૂચનાઓ આપ્યા બાદ પાટણ નગરપાલિકા અને માર્ગમકાન વિભાગે ડીએસપીએ સોંપેલા કામોનો અમલ કર્યો છે અને સિદ્ધપુર ચોકડી પરનાં તિરૂપતિ બજારનાં અને બ્રિજની નીચેનાં સર્વિસ રોડ ઉપર પોલીસનાં બેરીકેટ્સ મૂકીને તેની આડશો કરી દઇને દબાણો રોડ સુધી આવતાં અટકાવ્યા છે. તથા ઓવરબ્રિજનાં બંને છેડે એપ્રોચ બનાવવાની કામગીરી હાથ ધરાતાં તે વિસ્તારને કોર્ડન કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા હતાં. તથા સિદ્ધપુર ચાર રસ્તાથી રેલવેને નાળા સુધી ડી.એસ.પી. કચેરી તથા કોર્ટવાળા રોડ ઉપર કરાયેલા ખોદકામ અંતર્ગત ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ પણ કરાયો હતો.પાટણ શહેરનાં સિદ્ધપુર ચાર રસ્તા સહિતનાં હાઈવે પર અત્યારે ઓવરબ્રિજ બની રહ્યો હોવાનાં કારણે રોડ સાંકડા થયા હોવાની સાથે સાંકડા રોડ પર લારી ગલ્લા અને વાહનોનાં જમાવડાનાં કારણે ભારે મુશ્કેલીઓ પડતી હોવાથી તથા હાઈવે પર ઘનકચરાનો પણ જમાવડો થયો છે. જેથી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે નગરપાલિકાનાં સ્વચ્છતા ચેરમેન અને સેનેટરી ઈન્સ્પેકટર અને પાટણનાં માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓની બેઠક બોલાવી કચરો દૂર કરવા સચના સૂચના આપી છે.
