પાટણ
સિદ્ધપુર શહેરના બદરીપુરા સોસાયટીમાં રહેતા સુરેશકુમાર નાનકભાઈ સિંધીના રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી.આ મામલે સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જમ્યા બાદ ધાબા ઉપર સુવા માટે પરિવાર સાથે ગયા હતા અને ઘરને નીચે તમામ દરવાજા ઉપ્પર તાળું મારેલું હતું, પરંતુ બીજા દિવસની વહેલી સવારે જ્યારે તેમના પત્ની નીચે ઘરમાં જતા ઘરના બધા જ દરવાજા ખુલ્લા હતા. તેઓએ બૂમાબૂમ કરી પરિવારને એકઠો કર્યો હતો અને ઘરમાં તપાસ કરતા ઘરમાં તિજાેરીમાં રહેલ ૩૨ હજાર રૂપિયા રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૫ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સિદ્ધપુર શહેરની બદરીપુરા સોસાયટીમાં એક પરિવાર ધાબે સૂતો હતો. ત્યારે તસ્કરોએ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસીને રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. જેમાં ૧.૫૫ લાખની ઘરફોડ ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


