સિદ્ધપુર
પાટણ પોલીસે નકલી આર.સી. બુક બનાવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાસિંગ ધરાવતી નકલી આર.સી.બુક મળી આવી છે. પાટણ એસઓજી તેમજ એલસીબીએ નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં અસફાકે બનાવેલ નકલી આરસી બુકો તેમજ પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ રાજકોટ ક્રાઈમબ્રાંચે મોરબી રોડ પર ભંગારના ડેલામાં ચાલતું આરસી બુકનું કૌભાંડ ઝડપ્યું હતુ. જેમાં ૩૨ આર.સી. બુક સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ભંગારના ડેલામાં ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી ટ્રકની ડુપ્લીકેટ આર.સી. બુક બનાવવાનં કૌભાંડ ઝડપી લઈ ત્રણ શખ્સોની ધરપકડ કરી ૯ ડુપ્લીકેટ આર.સી. બુક અને ૨૨ ભંગારમાં ગયેલા ટ્રકની આરસી બુક કબ્જે કરી કૌભાંડના મુળ સુધી પહોંચવા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ભંગારના ડેલામાં ગેરકાયદેસર પ્રવૃતિ થઈ રહી હોવાની ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. જેમાં પોલીસના દરોડામાં ભંગારના ડેલામાં આવેલી ઓરડીમાંથી રામનાથપરા-૫ માં રહેતા અમીન ગફાર આકળાલી અને દુધસાગર રોડ પર રહેતા આરીફ હબીબ દોઢીયાની ધરપકડ કરી જુદા-જુદા ૯ ટ્રકની બોગસ આરસી બુક મળી આવી હતી.પાટણ પોલીસે નકલી ઇઝ્ર બુકનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના જિલ્લાઓનું પાસિંગ ધરવતી નકલી ઇઝ્ર બુકનું કૌભાંડ સિધ્ધપુરના મુડાણા ગામેથી ઝડપાયું છે. તેમાં પાટણ ર્જીંય્ તેમજ ન્ઝ્રમ્એ સમગ્ર કાર્યવાહી કરી છે. જેમાં બેંક-ફાયનાન્સે સીઝ કરેલા વાહનોની ઇઝ્ર બુક બનાવતા હતા. તેમાં નકલી ઇઝ્ર બુક બનાવનાર મોમીન અસફાકની ધરપકડ કરવામાં આવી છે.