Gujarat

સિદ્ધિ બદલ શાળા પ્રિન્સીપાલ અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કેશોદ ખાતે ચતુર્થ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ચતુર્થ યુથ ફેસ્ટિવલમાં જૂનાગઢની સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં ક્લે મોડેલિંગમાં ચાંડેરા જલ્પાબેને પ્રથમ નંબર મેળવ્યો છે. કાવ્ય પઠન અને પોસ્ટર મેકિંગમાં ગોહેલ પ્રાંજલબેને બીજો નંબર મેળવ્યો છે. અને મહેંદીમાં અર્પિતાબેન અને મિમિક્રીમાં આશાબેને તૃતીય સ્થાન મેળવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ કુલ ૭ મેડલ મેળવ્યા હતા. આ વિશેષ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો.દેવશી ઝાલા, ટ્રસ્ટીમંડળ પીટીઆઇ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા અને ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

youth-festival.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *