સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને એટલે કે, પ્રથમ ક્રમે રહ્યો છે. કલેકટર શ્રી રચિત રાજ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન સેવાની કામગીરી લક્ષ્યાંક પ્રમાણે પૂર્ણ કરવામાં આવી રહી છે.
સી.એમ. ડેશ બોર્ડમાં વિવિધ અરજીઓના નિકાલ અર્થે તેમજ જનસેવાની કામગીરી અંગે વિવિધ ઇન્ડિકેટરમાં રાજ્યભરમાં જૂનાગઢ જીલ્લો અગ્રેસર રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાને આ રેન્કિંગ મોટા જિલ્લાઓના જૂથમાં પ્રથમ પ્રાપ્ત થયું છે અને રાજ્યમાં ઓવરઓલ રેન્કિંગમાં જૂનાગઢ જિલ્લો ત્રીજા સ્થાને રહ્યો છે. મહત્વનું છે કે, જિલ્લાની વસ્તી અને ભૌગોલિક વિસ્તાર મુજબ પ્રજાલક્ષી પ્રશ્નોનું ભારણ રહેતું હોય છે. જેના ઉકેલ માટે ઝડપથી ટીમ વર્કથી કામ કરવામાં આવી રહ્યું છે.
