Gujarat

સીનિયર સીટીજન્સ તમે હવે મુંઝાશો નહિ…..સરકારની મદદ લઇ  માહિતી મેળવી શકશો

ભારત સરકારની હેલ્પલાઇન થી વૃદ્ધો ને સધીયારો -૧૪૫૬૭

 

સિનીયર સિટીઝનો માટે જામનગરમા અવેરનેસ કેમ્પ યોજાયો

 

મોટી  સંખ્યામા વડીલો એ માહિતી મેળવી

જામનગર

જામનગર, તા.૪માર્ચ, ભારત સરકારની હેલ્પલાઇનથી વૃદ્ધો ને સધીયારો મળ્યો છે માટે તેનો વ્યાપ વધારવાસિનીયર સિટીઝનો માટે જામનગરમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વડીલોએ માહિતી મેળવી હતી, જેના હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ છે.જામનગરના રાજપાર્કમા આવેલ સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે ભક્તિ અને કર્મયોગનો સમન્વય બની રહ્યો હતો. આ હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધીમાં ફોન કરી કોઇપણ સિનિયર સિટિઝન ઘર બેઠા એક ફોનકોલથી તેમને માટે ઉપયોગી એવી દવાખાનાની/હોસ્પીટલની, કાયદાકીય સલાહની, રક્ષણ મેળવવાની, માનસીક સધીયારા લગત સલાહ મળી ખુબ જ વ્યાપક અને જીવન ઉપયોગી માહિતી મેળવી શકે છે.

ભારત સરકારની આ યોજના ગુજરાતમાં પણ કાર્યરત છે અને જામનગર-દ્વારકા જિલ્લામા પણ આ કાર્ય ચાલે છે. આ તકે સિનિયર સીટીઝન માટે ફીલ્ડ રિસ્પોન્સ ઓફીસર મેઘ શાંતિભાઇ આચાર્ય દ્વારા કેન્દ્રસરકાર સાથે ટાઇઅપ એવા હેલ્પએજ ઇન્ડીયાનો હેલ્પએજ પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી.

દિવ્યા ત્રિવેદી

WhatsApp-Image-2022-03-14-at-5.39.18-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *