હાર્દિક કાનાબાર પ્રાચી તીર્થ
તારીખ 27.શનિવાર સુત્રાપાડા તાલુકાના સરા ગામેં આજે શ્રાવણ માસ ના અંતિમ દિવસે એટલેકે ભાદરવી અમાસ ના રોજ સરા થી પસાર થતી સરસ્વતી નદી કિનારે બિરાજ માન શ્રી વેણેશ્વર મહાદેવ મંદિરે સમસ્ત સરા ગામ દ્વારા હવન તેમજ બટુક ભોજન નુ આયોજન કરાયું હતું
આ નાનકડું એવું ગામ અંદાજે 400 લોકો ની વસ્તી ધરાવતું એક ઉમદા કાર્ય કરતા ગામ ના સરપંચ મસરીભાઈ રાઠોડ સહિત આગેવાનો તેમજ ગામલોકો સાથે મળી તમામ તહેવારો ઉજવતા હોવાથી એક સાથે ખડે પગે રહી તમામ તહેવારો સાથે મળી ઉજવે છે સરા ગામ ના સરપંચ દ્વારા જણાવવા માં આવ્યું છે કે આગામી દિવસો માં તા 29, 8, 2022 ને સોમવાર ના રોજ હર વખત ની જેમ વાછરા દાદા ના હવન અને નિવેદ્ય રાખેલ હોવાથી સરા ગામ સમસ્ત મહા પ્રસાદ નુ આયોજન કરેલ છે તેમજ તારીખ 31,8,2022 ને બુધવાર ના રોજ ગામ સમસ્ત ગણેશ મહોત્સવ નુ પણ ભવ્ય આયોજન કરેલ છે
આ ધાર્મિક કાર્યક્રમ બાપા સીતારામ ગ્રુપ ના યુવાનો અને સરપંચ શ્રી ના સાથ સહકાર થી અને સમસ્ત ગામ લોકો નો સહયોગ થી સફળ બને છે અને તમામ પ્રસંગો અને તહેવારો ને સફળ બનાવવા આખું ગામ ખડે પગે રહી જહેમત ઉઠાવે છે


