Gujarat

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪ મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ .૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ,લાલજી મહારાજ -બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન – આશીર્વચનનો હજારો હરીભક્તોએ લીધો….
 સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪ મો વાર્ષિક પાટોત્સવ તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો , જેમાં દાદાના દર્શન , અભિષેક , અન્નકૂટ , મારુતિ યજ્ઞ પૂજન દર્શન , કથાશ્રવણના દર્શન એવં વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ .૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ , લાલજી મહારાજ -બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન – આશીર્વચન વિગેરેનો લાભ હરિભક્તોએ લીધો હતો . આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી , સવારે 7:00 કલાકે શણગાર આરતી , સવારે 8:00 કલાકે અભિષેક , 11:00 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી તેમજ પ.પૂ.ધ.ધુ .૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ દ્વારા યજ્ઞ પૂર્ણાહૂતી કરવામાં આવેલ . કથાકાર શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા પોતાની સુમધુરશૈલીમાં ” શ્રી હનુમાન ચરિત્ર કથા ” શ્રવણ કરાવી પૂર્ણાહૂતિ બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ હતી . શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪ મો વાર્ષિક પાટોત્સવ નિમિતે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું અને સંસ્થા દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી હતી . શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪ મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) તથા તમામ સંતમંડળ – પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યું હતું….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221014-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *