ડો. વર્ગીસ કુરિયન (૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨) જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિનાં પિતા ગણાય છે. જેઓ સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતાં, જેમનાં વિશ્વનાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડને કારણે ભારત ૧૯૯૮ માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાનાં હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો. તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારીવાળો ઉદ્યોગ બન્યો હતો.
ડો. કુરિયનની યાદ સદા તાજી રહે એ અનુસધાનમાં આજનો દિવસ એમનાં નામે ઉજવાયો. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં ડો. ધર્મેશ પટેલ સહભાગી થયાં હતાં.


