Gujarat

સુરત એસ.ટી. બસ સ્ટેશન સામેની ઝાડીઓમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

સુરત
સુરતના એસટી બસ ડેપો સામે બસ પાર્કિંગ માટે ખુલ્લું મેદાન છે. અહિં મેદાનમાં ઝાંડી ઝાંખરામાં એક યુવકની લાશ મળી આવી હતી. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આવીને તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. તેમજ મૃતક યુવકની પાસેથી એક બેગ મળી આવ્યું હતું. જેથી પોલીસે બેગની તપાસ કરી મૃતક યુવક કોણ છે. તે ક્યાંનો રહેવાસી છે.તેના આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સાથે યુવકે અહિં આત્મહત્યા કરી કે કોઈ હત્યા કરીને મૃતદેહ ટીંગાડી ગયો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. મૃતક યુવકે શરીરે વ્હાઈટ કલરનો શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેમજ ઝાડ સાથે જીન્સનું પેન્ટ બાંધી ફાંસો ખાધો હતો. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારની અંદર યુવકે ગળેફાંસો ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત બસ સ્ટેશન ઉપર રોજના હજારો મુસાફરોની અવરજવર હોય છે. બસ સ્ટેન્ડ પાસે જે ખુલ્લી જગ્યા છે. ત્યાં આગળ બસ પાર્ક કરવામાં આવતી હોય છે. યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે, યુવકની હત્યા થઈ છે. જે અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. યુવક ક્યાંનો છે. તેની ઓળખ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેને કોઈ સુસાઇડ નોટ લખી છે કે, કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. જાેકે યુવક સુરત સ્ટેશને આવીને જ આખા કેમ કર્યો તે પણ એક મોટી શંકા છે. પોલીસ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આસપાસના લોકો સાથે પૂછપરછ કરીને ઘટનાનું રહસ્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *