Gujarat

સુરત પોલીસે આરિફની ગેરકાયદે જુગાર કલબ તોડી પાડી

સુરત
સુરતના નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર તેના પન્ટરોએ હુમલો કરી માથાભારે આરીફ કોઠારીને છોડાવી ગયા હતા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના બની હતી. સચીન લાજપોરની બહારથી અગાઉ માથાભારે સજ્જુ કોઠારી રાંદેર પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જે તે વખતે સચીન પોલીસમાં માથાભારે સજ્જુ કોઠારી, તેનો ભાઈ સહિત ૩ જણા સામે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં માથાભારે આરીફ કોઠારીની પણ મદદગારી હતી. આ અંગેની રાંદેર પોલીસને બાતમી મળી હતી. રાંદેર પોલીસના ડી સ્ટાફ પીએસઆઈ હડીયા અને સ્ટાફના ૪ માણસો આરિફ કોઠારીને રાંદેર ચન્દ્રશેખર આઝાદ બ્રીજના નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં પકડવા ગયા હતા. પોલીસની ટીમે આરીફને પકડી ઝુંપડપટ્ટીની બહાર લાવી જીપમાં બેસાડવા જતા હતા એટલામાં તેના પન્ટરો અને કેટલી મહિલાઓએ હોબાળો કરી અચાનક પોલીસના માણસો પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરિફને છોડાવી ત્યાંથી ભગાડી મુક્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કરી દીધો હતો. જેના કારણે પોલીસના જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હોવાની વાત છે. આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આરિફ કોઠારીને છોડાવવા માટે ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું હતું. સબ ઇન્સપેક્ટરનો શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. હુમલાખોરો સહિત સંખ્યાબંધ વ્યક્તિઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ખરાઇને અંતે કુલ ૧૨ની ધરપકડ કરાઇ હતી. જાેકે આરિફ કોઠારી હજુ પણ પોલીસના સંકજામાં નથી આવ્યો.સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરિફની સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બૂલડોઝર ફેરવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે આરિફ કોઠારીને ઝડપી પાડ્યો હતો. દરમિયાન ટોળું હુમલો કરી આરિફને છોડાવી ગયું હતું. હજુ સુધી આરિફ પોલીસ સંકજામાં આવ્યો નથી. ત્યારે તેના ગેરકાયદે કાળાકારોબાર તોડી પાડવાનું પોલીસે શરૂ કર્યું છે. આ અગાઉ સજ્જુ કોઠારીના ગેરકાયદે ધંધાઓને તોડી પાડવામાં આવ્યા હતા.

Illegal-gambling-club-demolished-by-police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *