ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં અત્રેની શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બુરહાનુદ્દીન માલુભાઈવાલા જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપમાં ગુજરાતની અંડર 19 ટીમમાં પસંદગી પામેલ છે. તેમજ અંડર 17 ટીમમાં ગુજરાતનું કેપ્ટન તરીકે પ્રતિનિધિત્ત્વ કરનાર છે.
નેશનલ કક્ષાની આ સ્પર્ધા તારીખ 21/06/2022 થી 23/06/2022 દરમિયાન અલાપ્યુઝા, કેરલ ખાતે રમાનાર છે. આ આશાસ્પદ ખેલાડી બુરહાનુદ્દીનને શાળાનાં આચાર્ય સી. ડી. પટેલ તથા તેના માર્ગદર્શક શિક્ષક અજયભાઈ ગામીતે અભિનંદનસહ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.


