Gujarat

સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી

સુરત
છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરો દ્વારા સતત રાજ્ય સરકારની સામે ડોક્ટરોને મળતા લાભોને આપવામાં ન આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી વખત હડતાળો પણ કરવામાં આવી હતી. ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા છતાં પણ સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલા લેવાયા નથી. અમે રેલી આકારે નીકળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ૫૦૦ કરતાં વધારે ડોક્ટર જાેડાયા હતા. આ વારંવાર અને આ પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ અમારી માગ પૂર્ણ કરવામાં આવી નથી. સૌથી દુઃખદ વાત એ છે કે સરકાર દ્વારા આ બાબતે ભૂતકાળમાં ચર્ચા થઇ ગયા બાદ રૂપાણી સરકાર દરમિયાન જીઆર પણ નક્કી કરી દેવામાં આવ્યો હતો. તે જીઆરનો યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું નથી. જે બાબતને ડિસ્કશન થઈ ગઈ હોય અને તેને અંતિમરૂપ આપીને બધુ જ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં પણ જાે તેનો અમલ ન થાય તો સ્વભાવિક રીતે ડોક્ટરોની લાગણી દુભાય છે અને તેના કારણે અમે તમામ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળને પગલે દર્દીઓને ભારે હાલાકી થતી હોય તેવું જણાઈ રહ્યું છે. માત્ર જુનિયર ડોક્ટરો દ્વારા હાલ સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા માટેના યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે પણ હાલ બંધ કરી દેવાય છે. જેથી કરીને યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મળવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ગામડાઓની અંદર આ અચોક્કસ મુદતની હડતાલની ગંભીર અસર દેખાઈ રહી છે. ગામડામાં ડોક્ટર હડતાળ પર ઉતરી જતા દર્દીઓ હાલ સારવારથી વંચિત થયા છે.સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો ર્નિણય બાદ બીજા દિવસે કેમ્પસમાં રેલી કાઢીને વોટ ફોર જસ્ટિસના સુત્રોચ્ચાર કર્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પોતાની માગણીને લઇને સરકાર સાથે લડી લેવાના મૂડમાં દેખાય છે. અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા તબીબો દ્વારા સિવિલ કેમ્પસમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જાેડાયા હતા. અચોક્કસ મુદતની હડતાલ શરૂ થયા બાદ બીજા દિવસે પણ ડોક્ટરે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો..

Rally-and-shouted-Vote-for-Justice.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *