સુરત
સુરતના પુણાગામ વિસ્તારમાંથી ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવા બાબતે પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની એક ટીમે પુણા આઈમાતા ચોક પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પાયલટિંગ સાથે પસાર થઈ રહેલા ટેમ્પાને અટકાવી તેની તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ટેમ્પોમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાત લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો આ જથ્થો પૂરો પાડનાર સહિત ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.તથા ટેમ્પોનો પણ કબ્જાે પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. પોલીસને પુણા વિસ્તારમાંથી થતી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટેમ્પો પસાર થયો હતો. જેથી પોલીસે તેમાં તપાસ કરતાં દારૂની બાટલીઓ મળી આવી હતી. સાથે જ ટેમ્પોના ચાલકને પણ પોલીસે ઝડપી લીધો હતો. આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
