Gujarat

સુરતના રાંદેરમાં કેરટેકરે ૮ મહિનાના બાળકને પછાડતા બ્રેન હેમરેજ થયું

સુરત
નોકરી કરતા માતા – પિતા માટે એક સમજવા જેવી ઘટના તમારા બાળકને કેવા હાથમાં આપો છો અને તમે તે પછી શું મેળવો છો. પૈસા અઢળક કમાવશો પરંતુ બાળકને થનાર નુકશાન, માનસિક, શારિરીક નુકશાન કેવી રીતે પુરું પાડી શક્શો. અત્યારના જમાનામાં મોંઘવારીમાં બંને વ્યક્તિએ કમાવવું પડે ત્યારે જ આ મોંઘવારીને પહોંચી વળીએ ત્યારે સુરતના રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના ૮ માસના બે ટિ્‌વન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે ૫ મિનિટ સુધી એક બાળકને પલંગ પર ૪થી ૫ વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો હતો, જેને કારણે બાળક બેહોશ થઈ ગયું હતું, આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું ખૂલ્યું હતું.પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર ૫ મિનિટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મિતેશ પટેલે મોડી રાતે ફરિયાદ આપી છે, જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકરની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે. કેરટેકર તરીકે કોમલ છેલ્લા ૩ મહિનાથી રાખી હતી અને તેનો ૩ હજારનો પગાર હતો. ૮ માસનાં બે ટિ્‌વન્સ બાળકો છે અને તેના પિતા સ્કૂલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે. પોલીસે જણાવ્યું હતું કે કોમલને સંતાનો નથી, ઉપરથી ઘરનું ટેન્શન હતું, જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન આમળી તેમજ હવામાં ઉછાળી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતાં હતાં ત્યાર પછી બાળકો ખૂબ રડતાં હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી, આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેને કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *