સુરત
સુરતના રાંદેરમાં દોડતી એક કાર સળગવા લાગતા ભાગદોડ મચી ગઇ હતી. ચાલુ કારને રોડ બાજુએ ઉભી કરી ચાલક સહિત ત્રણેય જણા બર્નિંગ કારમાંથી બહાર નીકળી જવામાં સફળ થયા હતા. સાથે સાથે ઘટનાને નજરે જાેનાર સલીમ ભાઈએ તાત્કાલિક પોતાની કારમાંથી ફાયર સેફ્ટી બોટલ કાઢી આગ પર છંટકાવ કરતા લોકો પણ પાણીની ડોલ લઈ દોડી આવ્યા હતા અને બર્નિંગ કારની આગને ફાયરના જવાન આવે તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી હતી. ઘટના એક સેરવોલેક કંપનીની બીટ કાર (જીજે-૫-સીએમ-૫૩૦૭)માં આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ફાયરની ગાડીઓ રવાના કરી દેવાય હતી. જાેકે સ્થળ પર પહોંચ્યા બાદ લોકોએ જણાવ્યું હતું કે બર્નિંગ કારની આગને લોકોએ જ કાબૂમાં લઈ ત્રણેયને બચાવી લીધા હતા. જાેકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. ઘટના મારા ઘર બહાર જ બની હતી. એક કાર આગળથી સળગતી હાલતમાં દોડતી જાેઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જાેકે ચાલકનું ધ્યાન પડતા જ કારને રોડ બાજુએ ઉભી કરી ત્રણેય જણા બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ મારી કારમાંથી ફાયર સેફ્ટી બોટલ કાઢી બર્નિંગ કાર પર છાંટી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જેને લઈ લોકો પણ પાણીની ડોલ લઈ આગને ઓલાવવામાં દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાય ન હતી.
