Gujarat

સુરતના વેપારીને સસ્તા ભાવે ડ્રાયફૂટના નામે ૧૪.૫૮ લાખ ગુમાવ્યા

સુરત
સુરતમાં રહેતા વેપારીએ દિવાળીના સમયગાળા દરમ્યાન સોશિયલ મીડિયા પર ક્રિશ્ના એન્ટરપ્રાઈઝ નામનું એક પેજ જાેયું હતું. જેમાં કાજુનું વેચાણ થતું હતું. જેથી વેપારીએ તેમાં આપેલા નંબર સંપર્ક કર્યો હતો. જેમાં આરોપીએ પોતાનું સુધીરભાઈ ખોટું નામ જણાવ્યું હતું. બાદમાં માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે કાજુના ટુકડા આપવાની લાલચ આપી હતી.સૌ પ્રથમ સેમ્પલ મોકલી વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં વેપારીએ મોટો ઓર્ડર આપતા એડવાન્સ રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ કાજુ પણ મોકલ્યા ના હતા. રૂપિયા પરત પણ આપ્યા ના હતા. જેથી આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. આરોપીનો હાલ કોઈ પૂર્વ ઈતિહાસ નથી. પરંતુ આવી રીતે તેણે અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે કે, કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ આખા કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હશે તો તેની પણ ધરપકડ કરાશે.સુરતમાં રહેતા વેપારીએ સોશિયલ મીડિયા પર ડ્રાયફ્રુટ વેચવાની જાહેરાત જાેઈ હતી. જેથી તેમાં આપેલા નબર પર સંપર્ક કર્યો હતો. સામે વ્યક્તિએ પોતાની ઓળખ સુધીર ભાઈ તરીકે આપી હતી. સુરતના વેપારીને કાજુના ટુકડા માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી. જેથી વેપારીએ સૌ પ્રથમ સેમ્પલ પેટે બે ડબ્બા મંગાવ્યા હતાં. જેથી તે કાજુ બરોબર લાગતા વેપારીએ ટુકડે-ટુકડે ૩૫૪૦ કિલો ઓર્ડર આપ્યો હતો.તેના ૧૪.૫૮ લાખ રૂપિયા રામદેવ ડ્રાયફ્રુટ નામના બેંક એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા. જાે કે રૂપિયા એડવાન્સ મોકલ્યા બાદ કાજુની ડિલવરી મળી નહોતી. રૂપિયા પણ પરત મળ્યા નહોતા. જેથી વેપારીને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલૂમ પડતા તેણે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સાયબર ક્રાઈમની ટીમે અમદાવાદ ખાતે આવેલા ગોતા ચોકડી પાસે રહેતા દીપેશ કિશોર મકવાણાની ધરપકડ કરી હતી.

Fraud-of-Rs-14.58-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *