સુરત
સુરતમાં દિવસે ને દિવસે ચોરી ના બનાવ વધવા લાગ્યા છે તેવામાં સરથાણામાં આવેલા બીઆરટીએસ રોડ પર જાહેર માં પાર્ક કરેલા બાઈકની ચોરી થઇ છે. નાના વરાછા ખાતે રહેતો યુવક તેના પરિવાર સાથે ઢોસા ખાવા માટે ગયો હતો. આ દરમિયાન બાઈક સર્વિસ રોડ પર પાર્ક કરી હતી. જાે કે યુવક અડધા પોણા કલાકમાં ઢોસા ખાઈને બહાર આવ્યો ત્યારે બાઈક ન હોવાથી તપાસ કરી હતી. જેમાં સીસીટીવીમાં બાઈક ચોરાયાનું સામે આવ્યું હતું. જે યુવક ની બાઈક ચોરી થઇ તે મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આકોલાળી ગામના વતની અને સુરતના નાના વરાછામાં આવેલા યોગેશ્વર રો હાઉસ શ્યામધામ ચોક ખાતે રહેતા કલ્પેશભાઈ વેલજીભાઈ વડસક (ઉ.વ.આ.૩૬)ના એમ્બ્રોઈડરનો વ્યવસાય કરે છે. તેઓ ગત ૩૦મી એપ્રિલના રોજ પરિવાર સાથે ઢોસા ખાવા માટે ઢાબામાં ગયાં હતાં. આ દરમિયાન કલ્પેશે પોતાનું બાઈક સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું. જ્યારે જમીને બહાર આવ્યાં તો બાઈક ગાયબ હતું. સરથાણા બીઆરટીએસ રોડ પર સેતુબંધ હાઈટસની સામે આવેલા લા-પેપર ઢાબા આગળ કલ્પેશે પોતાનું ડ્રીમ યુગા બાઈક પાર્ક કર્યું હતું. લગભગ અડધો પોણા કલાકે કલ્પેશ તેના પરિવાર સાથે બહાર નીકળ્યો ત્યારે બાઈક નહોતું. જેથી આસપાસ તપાસ કર્યા બાદ સીસીટીવી ચેક કર્યા હતાં. જેમાં બાઈક કોઈ બ્લૂ શર્ટ પહેરેલી વ્યક્તિ લઈને નીકળી ગયાનું સામે આવ્યું હતું. આ અંગે કલ્પેશે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોતાની પાસે ૨૦૧૭ના મોડલના બાઈકની બન્ને ચાવી હોવા છતાં બાઈકને ડાયરેક્ટ શરૂ કરીને લઈ ગયો હોય તેવી આશંકા છે. જાે કે, જાહેર રસ્તા પર સર્વિસ રોડ પરથી ઢાબાની સામેથી બાઈક ચોરાતા કોઈએ પેહ્લે થીજ ધ્યાન માં રાખીને ચોરી કરી હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


