Gujarat

સુરતની બ્લડ બેન્કમાં રક્તની અછત ન સર્જાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સુરત
દિવાળી વેકેશન હોવાથી વેકેશન દરમિયાન સુરત શહેરની જુદી જુદી બ્લડ બેંકોમાં લોહીની ખૂબ જ અછત સર્જાય છે. જેથી સુરત રક્તદાન કેન્દ્ર તથા સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક, લાઈફ લાઈન હોસ્પિટલની બાજુમાં, રામનગર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. કુલ ૧૫૬ બોટલ રક્ત આ કેમ્પ દ્વારા એકત્ર કરવામાં આવ્યુ હતુ. બ્લડ બેન્કો દ્વારા આપણને જ્યારે પણ જરૂર હોય ત્યારે વર્ષમાં ગમે ત્યારે આપણા સગા સંબંધીઓ જ્યારે બીમાર હોય ત્યારે તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેથી હું દર દિવાળી વેકેશન અને મેં વેકેશનમાં એમ વર્ષમાં બે વખત બ્લડ કેમ્પનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરતો આવ્યો છું અને સેઈલર યુથ ક્લબનો આ પંદરમો બ્લડ કેમ્પ છે અને મને દર વર્ષે તમારા જેવા મિત્રોનો સહકાર મળી રહેતો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આશિષ સેલરે જણાવ્યું હતું કે, મિત્રોના સહકાર વિના આ બ્લડ ડોનેશન કેમ્પ શક્ય જ નથી. જેથી દર વર્ષની જેમ જ આ વર્ષે પણ શક્ય એટલો સહકાર આપ્યો હતો. લાઈફ ટાઈમ તમને અથવા તમારા મિત્ર વર્તુળમાં ક્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે વર્ષમાં ગમે ત્યારે ૨૪ કલાકમાં ગમે ત્યારે ફોન કરી રસ્તા મેળવી શકાય છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *