સુરત
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલોમાં છેલ્લાં બે દિવસથી ચાલી રહેલા પ્રવેશોત્સવ દરમિયાન આપ દ્વારા કરાઇ રહેલા વિરોધનો મામલો ઉગ્ર બની બન્યો હતો. વરાછાના વોર્ડનંબર ૪ ખાતે શિક્ષણ સમિતિના આપના નેતાઓએ વિરોધ કરતાં જ ભાજપના ૪૦થી ૫૦ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સામે જ આપના નેતાઓને મારવા લાગ્યા હતા. આ અંગે આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લાં બે દિવસથી કરાતા વિરોધનો બદલો લેવા ભાજપે પૂર્વ તૈયારી કરી રાખી હતી. તેમના હાથમાં લાઠી-દંડા અને ધારધાર હથિયારો હતા. આ કેસમાં ભાજપ તરફથી ભરત ગાબાણીએ આપના ૭ નગરસેવકો સહીત ૧૫ લોકો અને અને આપ વતી નગરસેવક કુંદન કોઠીયાએ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો હતો. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. આપના નેતાઓને બચાવવા પોલીસે જાળીમાં બંધ કરી દીધા હતા. છતાં ભાજપના કાર્યકર્તાઓથી બચાવી શક્યા ન હતા. આપના નેતાઓને ઢોર માર મરાયો હતો. કપડાં ફાડી નાખ્યાં હતા અને કારમાં પણ તોડફોડ કરી હતી. આપના ઘણા નેતાઓ ઘાયલ થતાં સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા છે. આપના નેતા તરીકે મેં કહ્યું કે, સ્કૂલની નજીક જ દારૂનો અડ્ડો ચાલે છે. લોકો દારૂ પીવા આવતા હોવાથી બાળકો પર ખરાબ અસર થાય છે. આ સિવાય સ્કૂલોમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠાવતાં ભાજપના નેતાઓએ ઝપાઝપી કરી હતી. આ કાર્યક્રમમાં પણ ફોટો સેશન થઈ રહ્યું હતું. પરંતુ આપના નેતાઓ બધી જ મર્યાદા ઓળંગી ગયા. મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાએ ભાષણમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો. જનપ્રતિનિધિ તરીકે તેમને આવું વર્તન શોભતું નથી.શિક્ષણ સમિતિની મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા નંબર ૧૮૮માં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી વીનુ મોરડિયા મુખ્ય મહેમાન હતા. તેમણે બાળકોને સંબોધન પણ કર્યું હતું. તેમના ગયા બાદ સ્કૂલના ગ્રાઉન્ડ પર બાળકોને ભોજન આપવામાં આવ્યું. આ જગ્યા પર ડીડીટીનો છંટકાવ કરાયો હતો. આ જ સ્થિતિમાં બાળકોને ભોજન પીરસાયું હતું.
