સુરત
આજથી મા અંબાની આરાધના નામ પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની મોજ માણવામાં આવી હતી. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની સાથે ગરબાની મોજ માણી હતી. બાલભવનથી લઈને ધોરણ ૧૨ સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તથા તેમના વાલીઓએ હાજર રહીને ગરબાની મોજ માણી હતી. દર વર્ષે નવરાત્રીનું શાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે નવરાત્રીમાં અતિથિ તરીકે ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાનીએ હાજર રહીને વિદ્યાર્થીઓને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. તથા કામરેજ હવેલીના બાવાશ્રી અભિષેકકુમાર દ્વારા તમામને આશીર્વાદ વચન આપવામાં આવ્યા હતા. હેરી નકુમ દ્વારા સુંદર ગરબા ના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.


