Gujarat

સુરતમાં એક યુવક પર છરીથી હુમલા ઘટના બની, સીસીટીવીના આધારે બેની કરી ધરપકડ

સુરત
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પટેલ નગર ખાતે થોડા દિવસ પહેલાં રાત્રે એક યુવક પર ચાર જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ચા પીવાની સાથે અવાજ ઓછો કરવાનું કહેતા યુવક પર હુમલો કરાયો હતો. ચપ્પુથી હુમલામાં એક યુવક રોડ પર ઢળી પડ્યો હોવા છતાં તેને લાતો મારવામાં આવી હતી. આ ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચપ્પુથી હુમલામાં વોન્ટેડ બૂટલેગર અને તેના સાગરીતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાના ચાર દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસે સીસીટીવીના આધારે બેની ધરપકડ કરી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. નજીવાં કારણોમાં હુમલાઓ, મારામારી, હત્યા જેવી ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે. આવી જ ઘટના સુરતમાં વરાછા વિસ્તાર ખાતે બનવા પામી હતી. વરાછાના પટેલ નગર વિસ્તારમાં ૯ સપ્ટેમ્બરના રાત્રિના ચા પીવા ગયેલા એક યુવક પર ચાર જેટલા અજાણ્યા યુવકોએ હુમલો કરી માર માર્યો હતો. વિશાલ પટેલ નામના યુવક પર નજીવી બાબતને લઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. પટેલ નગર ખાતે ચાની લારી પર વિશાલ પટેલ દ્વારા કેટલાક ઈસમોને અવાજ ઓછો કરવાનું કહેતા તેઓ ઝઘડો કરવા પર ઊતરી આવ્યા હતા. આ શખ્સો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બાદમાં માર મારવા માંડ્યા હતા. વિશાલ પટેલ અને તેના મિત્રો પર ચાર જેટલા અજાણ્યા યુવકોએ માર મારવાની સાથે ચપ્પા વડે પણ હુમલો કરી દીધો હતો. વિશાલ રોડ પર ઢળી પડ્યો હોવા છતાં તેને લાતો મારી હતી. ઘટનાને પગલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. વરાછાના પટેલ નગર ખાતે મોડી રાત્રે થયેલા ઝઘડાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક યુવકને અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે તેમ દેખાઇ આવે છે. ત્યારે વરાછા પોલીસે સીસીટીવીના આધારે હુમલો કરનાર બે જેટલા યુવકોની ધરપકડ કરી છે. વરાછાના પટેલ નગરમાં યુવક પર થયેલ હુમલામાં વોન્ટેડ બૂટલેગર અને તેના સાગરીતો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવીમાં દેખાઈ રહેલા આ હુમલાખોરો વોન્ટેડ બૂટલેગર કરણ અને તેના સાગરીતો હોવાનું હાલ જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ એ દિશામાં પણ તપાસ કરે તે જરૂરી બની રહ્યું છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *