સુરત
સુરતના મહિધરપુરા, લિંબાયત, પાંડેસરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા ગરીબ અને શ્રમજીવીને એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડી આપવામાં મદદ કરવાને બહાને અજાણ્યા ઈસમ દ્વારા પીન નંબર જાણી લીધા બાદ વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી નાંખતો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ તમામ ફરિયાદમાં ચિટિંગની મોડ્સ ઓપરેન્ડી એક જ પ્રકારની હતી. ભેજાબાજ આરોપી દ્વારા તમામ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકાને લઈ તપાસ હાથ ધરાઈ હતી. એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલા એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર ખાતે પૈસા ઉપાડવા માટે આવનાર વ્યક્તિને ટાર્ગેટ કરવાના ઈરાદે ભેજાબાજ તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીને વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવ (ઉ.વ.૨૪.૨હે, ડિંડોલી એસએમસી આવાસ)ને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ સંતોષ પાસેથી અલગ અલગ બેંકના ૩૯ એટીએમ કાર્ડ, રોકડા ૨૨૩૦૦ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૬૩૦૦ની મતા કબજે કરી હતી. સંતોષની પૂછપરછમાં મહિધરપુરા, પાંડેસરા, ઉધના અને લિંબાયતમાં નોધાયેલા ગુનોનો ભેદ ઉકેલાયો હતો. અલગ અલગ બેંકના એટીએમ સેન્ટર ઉપર વોચ ગોઠવતો હતો. અને પૈસા ઉપાડવા માટે આવતા મજુર વર્ગના ગરીબ અને એટીએમ બાબતે ઓછુ જ્ઞાન ધરાવતા વ્યકિતને ટાર્ગેટ કરી તેના નજીક ઉભો રહી જતો હતો. ત્યારબાદ તેને વાતોમાં ભોળવી પહેલા વ્યક્તિને એટીએમ પાસવર્ડ જાેઈ લીધા પછી મદદ કરવાના બહાને પોતાની પાસેનું એટીએમ કાર્ડ બદલી નાંખતો હતો. પોલીસના હાથે ઝડપાયેલો સંતોષ રોજના બે-ત્રણ વ્યક્તિને નિશાન બનાવતો હતો. સવારે ઘરથી નિકળી શહેરના અલગ અલગ એટીએમ સેન્ટર ખાતે પહોંચી બહાર ઉો રહેતો હતો, અને પૈસા ઉપાડવા માટે આવતા ગરીબ પ્રમવી વ્યકિતને નિસાન બનાવી ગુનાને અંજામ આપતો હતો . સંતોષ રોજના ભૈયાત્રણ વ્યક્તિને પોતાનો શિકાર બનાવતો હતો ત્યારબાદ ઘરે જતો હતો. એટીએમ કાર્ડ થવી તરત જ અન્વએટીએમ માંથી પૈસા પણ ઉપાડી લેતો હતો. પોલીસની પુછપરછમાં સંતોષ ઉર્ફે રોશન રોજના બેથી ત્રણ વ્યક્તિને નિશાન બનાવ્યા બાદ તેમના એટીએમ કાર્ડ બદલી નાંખ્યા બાદ તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો અને અને આ પૈસા તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેના બેંક એકાઉન્ટ બાબતે તપાસ કરતા એકાઉન્ટમાંથી ૨,૫૩ ૦૦૦નું બેલેન્સ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે હાલ તો આરોપીનું બેંક બેલેન્સ ફ્રિઝ કરવામાં આવ્યું છે.
