Gujarat

સુરતમાં ઓવરબ્રિજની રેલિંગ સાથે બાઈક અથડાતા બ્રિજથી નીચે પટકાઈ મોત

સુરત
એલ.એચ.રોડ વરાછા જાેન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિરજીભાઇ લાખણકિયાની વાલક પાટિયા ખાતે અન્નપૂર્ણા નામની રેસ્ટોરેન્ટ ધરાવે છે. ભરતભાઈ તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ પોતાની જી-રેસ્ટોરેન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાય ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ભરતભઈ લગભગ ૮૦-૧૦૦ ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ગુરુવારના રોજ રાત્રિએ ભરતભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરિલ છે. બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે.સુરતના વાલક પાટીયા પર આવેલી રેસ્ટોરન્ટથી ઘરે જતા માલિકની બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે ભટકાતા બાદ વરાછા ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાયા હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં પણ દસ દિવસ પહેલા બનેલી કરુણ દુર્ઘટનામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *