Gujarat

સુરતમાં કારે બાઈકને અડફેટે લેતાં બાળકીનું મોત

સુરત,
સુરત જિલ્લાના ઉચ્છલ ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી બહાર નીકળતા બાઇક ચાલક પિતા-પુત્રીને એક કાર સવારે અડફેટે લીધી હતી. જેથી માસૂમ પાર્વતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં દાખલ પિતાએ જણાવ્યું હતું કે, બેફામ દોડતી કારે અડફેટે ચઢાવતા પાછળ બેસેલી દીકરી હવામાં ફંગોળાઈને ૧૦૦ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ તેઓ કારના કાચ ઉપર ધડાકા ભેર અથડાતા ભાન ભૂલી ગયા હતા. આંખ ખુલી તો હોસ્પિટલમાં હતો. દીકરીના મોતના આઘાતમાં ઇજાગ્રસ્ત પિતા હોસ્પિટલના વોર્ડમાંથી રજા લઈ પોસ્ટ મોર્ટમ રૂમ બહાર આવી ગયા હતા.સમગ્ર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. જેમાં રસ્તો ક્રોસ કરતાં બાઈકને કાર અડફેટે લેતા કેદ થઈ ગઈ છે. ઘટના ૨૬મી ફેબ્રુઆરીની છે. ભાઈ અભિષેક પ્રધાન પોતાની નાની દીકરી પાર્વતીને બાઇક ઉપર બેસાડી માંડવીના ગુણના પડાવ પર આવી રહ્યા હતા. ત્યારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસે આવેલા એસ્સારના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી અભિષેકભાઈ બાઇક લઈ બહાર આવતા જ એક કારે અડફેટે ચઢાવ્યા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘવાયા હતા.જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લવાતા બન્નેને ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. જ્યાં પાર્વતીનું એક અઠવાડિયાની સારવાર બાદ મોત નીપજ્યું હતું. અભિષેક શેરડી કાપવાની મજૂરી કામ કરી પત્ની અને બે દીકરીઓ સાથે ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ અભિષેકના પગમાં ફેક્ચર થયું હતું. ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ હતી. અભિષેક અકસ્માત બાદ કારના કાચ સાથે ભટકાયો હતો. જ્યારે દીકરી પાર્વતી હવામાં ફંગોળાઈને ૧૦૦ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. ઘટનાને લઈ પોલીસ ચોકીના જવાનો દોડી આવ્યા હતાં. બન્નેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે, ઉચ્છલ પોલીસના આભારી છે. અકસ્માત બાદ પોલીસ જવાનો જ એમ્બ્યુલન્સમાં બન્ને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જયાંથી સુરત સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં માસૂમ પાર્વતીનું ઓપરેશન થયા બાદ પણ એને બચાવી શક્યા ન હતા. કારણ કે, માથામાં ગંભીર ઇજા થઇ હતી. જાેકે અભિષેકને બચાવી લેવાયો હતો. હાલ એની તબિયત સારી છે. અભિષેક દીકરીના મોતના આઘાતમાં હોસ્પિટલમાંથી રજા લઈ પોસ્ટ મોર્ટમ રૂમ પર આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *