સુરત
સુરત સિટીમાં રોકેટ ગતિએ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કાબૂમાં લેવા માટે પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં રેડ અને હાઈરિસ્ક જાેન જાહેર કર્યા છે. આ સાથે જ્યાં વધુ કેસ હોય ત્યાં માઈક્રો કેન્ટેન્મેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. સુરત સિટીમાં કુલ ૫૨૮ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ૧૪૬૦૭ ઘરોનો સમાવેશ થાય છે અને ઘરોમાં ૫૭૫૨૫ લોકો વસવાટ કરે છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કેસોમાં વધારો થઈ રહ્યો છે. પાલિકા દ્વારા લોકોને વધુમાં વધુ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પાલિકાએ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અઠવા વિસ્તારમાં ૧૭૯ છે. જ્યારે વરાછા-એ અને ઉધના-બી ઝોનમાં સૌથી ઓછા ૮-૮ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પાલિકાએ ઝોન પ્રમાણે કુલ ૫૨૮ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં ૧૪૬૦૭ ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘરોમાં કુલ ૫૭૫૨૫ લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યારે આ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હાલ ૪૮૦૪ એક્ટિવ કેસ છે. આ વિસ્તારોમાંથી વધુ કેસ આવતા વિસ્તારને રેડ અને હાઈરિસ્ક ઝોનમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગત રોજ વરાછા એ ઝોનમાં કોરોનાના સૌથી વધુ ૫૧૫ કેસ સામે આવ્યા છે. જ્યારે કતારગામ ઝોનમાં ૪૪૮ કેસ સામે આવ્યા હતા.રાંદેર ઝોનમાં ૪૧૩, અઠવા ઝોનમાં ૪૦૯, ઉધના એ ઝોનમાં ૨૦૨ અને ઉધના બી ઝોનમાં ૪૦, વરાછા બી ઝોનમાં ૧૮૫, લીંબાયતમાં ૧૮૨, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૧૧૧ કેસ સામે આવ્યા હતા. અત્યારે ત્રીજી લહેરમાં ૧૨ હજારથી વધુ એક્ટિવ કેસ પૈકી ૨૦૪ જેટલા દર્દી સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ૩૦ ટકા દર્દી વેન્ટિલેટર -બાયપેપ અને ઓક્સિજન પર હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે.છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં ૨૦૪ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પેકી ૪૦ સિવિલ હોસ્પિટલમાં અને ૧૬૪ ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.સુરત સિટીમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ સિટીમાં ૨૫૦૫ કેસ નોંધાયા હતા. સુરતમાં જે ઝડપે કોરોના કેસ વધે છે તેને અંકુશમાં લાવવા માટે પાલિકાએ બીજી લહેરની જેમ વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરલાની કામગીરી શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં સૌથી વધુ અઠવા ઝોનમાં ૧૭૯ માઈક્રો કન્ટેન્મેન્ટ સાથે ૫૨૮ માઈક્રો કેન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૫૭૫૨૫ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
