Gujarat

સુરતમાં થયેલ હોનારતમાં રના મોત સાથે ૪૦ વાહનોનો કચ્ચરઘાણ

સુરત
સુરતના કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની મરામત વખતે બ્રેકર મશીનથી આરસીસી સ્ટ્રક્ચર તોડતા દિવાલ અને સ્લેબ તુટીને પાર્કિંગ સાઈડ પડતા ૨ લોકોનું દબાઈ જવાથી મોત થયું હતું. દિવાલ અને ભારે સ્લેબ પડવાના કારણે ત્યાં પાર્કિંગ સાઇડ પર મૂકેલી ૨ કાર, મોપેડ સહિત ૪૦ જેટલાં વાહનોનો ખુરદો થઇ ગયો હતો. દિવાલ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દિવાલ ધરાશાયી થતા અફરાતફરી સાથે આખો રોડ ધુળની ડમરીથી ભરાઇ ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. બે પૈકી એક મૃતક રોહિત પાણી આપવા જતાં મોત ભેંટ્યું હતું. બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઇન કંપનીનું કામ ચાલતુ હતું. જ્યાં કામ કરતાં ૨૨ જેટલાં કર્મચારીઓને ફાયર બ્રિગેડે હેમખેમ નીચે ઉતાર્યા હતા. દિવાલ અને ભારે સ્લેબ પડવાના કારણે ત્યાં પાર્કિંગ સાઇડ પર મૂકેલી ૨ કાર, મોપેડ સહિત ૪૦ જેટલાં વાહનોનો ખુરદો થઇ ગયો હતો. કાટમાળ નીચે વધુ એક વ્યક્તિ હોવાની શંકાને પગલે ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. જાેકે કોઈ વ્યક્તિ મળી આવી ન હતી. બિલ્ડિંગના માલિક ભાનુ ધાનાણીને પાલિકા દ્વારા અગાઉ બે વખત નોટિસ અપાઇ હતી. છતાં તેણે બેદરકારી દાખવતા મહિધરપુરા પોલીસે બે માલિકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૨૮ વર્ષીય સમીર મતીઉલ્લાહ શેખના પરિવારે મરામતની કામગીરીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. કતારગામ કાસાનગર ખાતે રહેતો ૨૧ વર્ષીય રોહિત રાજુ રાઠોડ પહેલા માળે પાણીની બોટલ ખાલી કરવા ગયો હતો ત્યા આ દુર્ઘટના સર્જાતા મોતને ભેટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *