Gujarat

સુરતમાં નકલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કર્મચારી બની ખોટા કામ કરતા યુવકને અસલી પોલીસે ઝડપ્યો

સુરત
સુરતમાં નકલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બનીને ખોટા કામ કરનાર યુવકને અસલી પોલીસ સામે ભેટો થઈ જતા તેની ઝડપી પાડ્યો છે.ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી ૩૫૦૦ રૂપિયાની માંગણી કરતા એક ઈસમને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે એક બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા ૮૬૫૯૦ મળી કુલ ૧.૨૩ લાખની મત્તા કબજે કરી હતી. સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ સચિન હોજીવાલા પાસે ચા ની દુકાન પર બાઈક પર બેઠો છે અને પોતાનું નામ અંકિત ભાઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ વાળા હોવાનું જણાવે છે અને પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કહી ૩૫૦૦ રૂપિયા માંગ્યા છે. માહિતીના આધારે સચિન પોલીસના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં નકલી પોલીસ બનીને રૂપિયાની ઉઘરાણી કરતા યુવકને સુરતની અસલી સચિન પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરી હતી. સચિન પોલીસે તેની પાસે આઈકાર્ડ માંગતા તેણે આઈકાર્ડ બનાવવાનું બાકી છે તેમ કહ્યું હતું જેથી પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી જણાવ્યું હતું અને તે પોલીસમાં નોકરી કરતો ના હોવાનું કબુલ્યું હતું. અને પોતાને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોય તે પોલીસ જેવું ખાખી પેન્ટ, બેલ્ટ તેમજ બાઈકમાં ડંડો લગાવી ફરતો હતો. આ ઉપરાંત પોલીસ જેવા વાળ પર કટ કરાવ્યા હતા. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૮૬૫૯૦, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ ૧.૨૩ લાખની મત્તા કબજે કરી હતી. આમ સચિન પોલીસે પોતે પોલીસ વિભાગના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીએ આવી રીતે કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે મામલે પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *