સુરત
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સીટી ખાતે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ કેટલીક મહત્વના મુદ્દાઓને લઈને માગણી કરી હતી. ફેબ્રુઆરી માસની સ્થગિત કરેલી પૂરક પરીક્ષા પરત લેવા સહિત સિમેટની પરીક્ષા હોવાથી અન્ય પરીક્ષા લંબાવવા આવે તેવી માગ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણાં પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણના વિવિધ પ્રશ્નો પડતર રહેલા છે. જેનો ઉકેલ લાવવો ખૂબ જ અને અત્યંત જરૂરી છે. અનુસ્નાતકની એડમિશન પ્રક્રિયાનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ૧૮ તારીખના રોજ જાહેર થવાનું છે. જે એડમિશનની પ્રક્રિયાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. જ્યારે ખરેખર અંતિમ સત્રના પરિણામ આવ્યા બાદ જ પ્રવેશ પ્રક્રિયા થવી કે મેરીટ લીસ્ટ આવવું વિદ્યાર્થીઓ માટે હિતાવહ હોય છે. જેથી આ પ્રવેશ પ્રક્રિયાને ત્વરિત સ્થગિત કરી અંતિમ સત્રના પરિણામ બાદ ફરી રજિસ્ટ્રેશન કરી મેરીટ આપવા અંગે રજૂઆત છે. ફેબ્રુઆરી માસમાં પરીક્ષાઓ લેવામાં આવી છે. હજી સુધી તેની પૂરક પરીક્ષાનો કોઈ આયોજન થયું નથી. ઓનલાઇન પરીક્ષાની હઠના કારણે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. જેઓને ત્વરિત પરીક્ષા આપવાનું આયોજન કરી સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે. ૯મી એપ્રિલના રોજ સિમેટની પરીક્ષા હોવાના કારણે આ દિવસની આયોજિત તમામ પરીક્ષા લંબાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે. છઠ્ઠું સેમિસ્ટર પત્યું નથી અને મેરીટ જાહેર થયા વગર જ અન્ય એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તે પણ માત્ર ૫માં સેમિસ્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓના હિતમાં નથી. સીમેટની એક્ઝામની યુનિવર્સિટીની એક્ઝામ જાે એક સાથે થઈ જાય તો પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ શકે છે. આવા કેટલાક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરી છે. જાે આ માગ પૂરી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે. તેની સંપૂર્ણ જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
