Gujarat

સુરતમાં પોલીસ લખેલ નો પાર્કિંગમાં કાર પાર્ક કરેલી કારમાં કાળા કાચ

સુરત
સુરતમા કાળાકાચ,નો પાર્કિંગ, પિયુસી અને વગર નંબર પ્લેટ ની ગાડી હતી. તેમજ લોકો ની રક્ષા મા પહેલી વર્ડીધારી કાયદા નું ઉલ્લંઘન કરતો હોવાનું બહાર આવ્યા બાદ દંડ ફટકારાયો હતો. તપાસમાં પોલીસ કર્મી અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.અમરોલી પોલીસ કર્મી ને દંડ ફટકારાયા બાદ રકઝક થઈ હતી. હું પણ સ્ટાફ માં છું એમ કહેતા પોલીસ કર્મચારી ને ટ્રાફિક પોલીસે શબખ શીખડાવવા જ દંડ નો મેમો ફાડયો હતો. જાેકે આખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મેહૂલ બોધરા (જાગૃત નાગરિક) એ જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખની વાત કહેવાય. કાયદો માત્ર લોકો માટે જ બન્યા છે, પોલીસ ટ્રાફિકના નિયમોનું કડક અમલ કરાવે છે. પણ કરતા નથી. શનિવારે એનું ઉદાહરણ સામે આવ્યું હતું. એક પોલીસની કારએ પણ નંબર પ્લેટ વગરની, કાળા કાચવાળી, પીયુસી વગરની ફરતી હતી. તપાસ કરતા અમરોલી ડી-સ્ટાફના કિરીટભાઈની ગાડી હતી. બસ બે સવાલ કરતા મારો અહીંયા રુઆબ છે. જ્યા લોકો વચ્ચે મને નીચો દેખાડો છો. એવો જવાબ મળ્યો. બસ પછી એક જ જવાબ કાયદો બધા માટે સરખો એટલે ટ્રાફિક પોલીસને બોલાવી મેમો ફડાવ્યોને વીડિયો વાઇરલ કરી અધિકારીઓને સંદેશો આપ્યો છે.સુરતમાં પોલીસ દ્વારા જ કાયદાનો ભંગ કરાતો હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી કિરીટભાઈે ગેરકાયદે પાર્ક કરવાથી લઈને ગાડીમાં કાળા કાચ લગાવવા ભારે પડ્યાં હતાં. જાગૃત નાગરિક મેહૂલ બોઘરાએ તાત્કાલિક ટ્રાફિક પોલીસને ઘટના સ્થળે બોલાવીને પીયુસી સહિતના દંડ કરાવ્યા હતાં. સાથે જ લોકોને કાયદાનું ભાન કરાવતાં પોલીસકર્મીઓએ પણ કાયદાનું પાલન કરવાનો સંદેશ આપ્યો હતો.

Black-glass-in-the-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *