સુરત
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી યુવતીને રાજન રાણા નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને પ્રેમમાં હોવાથી સાથે હર્યા ફર્યા હતા. યુવકે લગ્ન કરવા અગાઉ સગાઈ કરવાનું વચન આપ્યું હતું. જાે કે, યુવકે સગાઈ ન કરી અપશબ્દો કહેતા યુવતીએ ઝેરી દવા પીધી હતી. બાદમાં યુવકે માતા-પિતા સાથે મીટીંગ કરી યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લેવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમાં પણ યુવકે અકબંધ ન રહીને પલટી જતાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પોલીસે યુવક રાજન રાણા સામે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવક રાજન ભરતભાઈ રાણા રહે, ઘર નં ૨૦૪ નાથુભાઈ એપાર્ટમેન્ટ આશાપુરી સોસાયટી બમરોલી રોડ પાંડેસરાનાએ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી તેના મા-બાપ સાથે વાતચીત કરી પ્રથમ સગાઇ માટે હા પાડી બાદ થોડા સમય પોત પ્રકાશ્યું હતું. આરોપીએ યુવતીની સાથે સગાઇ કરવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ ગત ૨૩મી માર્ચના રોજ ઉંદર મારવાની દવા પી લીધી હતી. આરોપીની માતા-પિતા સાથે મીટીંગ તથા મીટીંગમા આરોપી રાજન રાણા સાથે યુવતીના કોર્ટ મેરેજ કરાવી દેવા એમ વાતચીત થઈ હતી. આરોપીએ ત્યારબાદ યુવતીને જણાવેલ કે તમે દુબળાઓ તમારી સાથે લગ્ન કોણ કરે.. તેવા જાતી વીશે શબ્દો બોલેલ અને જણાવ્યું કે હું તારી સાથે લગ્નકરવાનો નથી. તારાથી થાય તે કરી લે.. જે વાતનું યુવતીને લાગી આવતા ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જેથી યુવતીના પિતાની ફરિયાદ લઈને પોલીસે સાથે પ્રેમ સંબંધ બાંધી પ્રથમ લગ્ન માટે હા કરી પછીથી લગ્ન કરવાની ના પાડી દઇ જાથી વિષયક શબ્દો બોલી તારે જે કરવુ હોય તે કર તેમ જણાવી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોધી છે.


