Gujarat

સુરતમાં ફરી કોરોના સંક્રમણનો ફેલાવો બેકાબુ બની રહ્યો છે

સુરત
કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં આવેલી સુરત કો. ઓ. બેન્કમાં ૦૬ પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે તેમજ અન્ય ૪ પોઝીટીવ અલગ અલગ બેંકોમાં મળી આવ્યા છે. બુધવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ૩૬ અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૧૩ લોકો પોઝિટિવ આવ્યા હતા. ૭૮ વિદ્યાર્થીઓ પણ બુધવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકો માંથી ૧૨૯૮ લોકો ફુલ્લિ વેકસીનેટેડ છે. ૪૬ લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. ૬૨ લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે ૧૮ લોકોએ વેકસિન લીધી જ નથી. બેન્ક કર્મચારીઓ, ડોકટર, વિદ્યાર્થીઓ, ટીચર, દલાલ, સીએ, હીરા વેપારી, પ્રોફેસર, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા, ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા અને એમ્બ્રોડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા. આજે પોઝીટીવ આવેલ વ્યક્તિઓ પૈકી ૨ વ્યક્તિઓની કતાર અને જર્મનીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. પનાસનો યુવક ટીબીની સારવાર લેતો હતો પનાસ ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય યુવકને ગઈ ૭ જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં ટીબી તેમજ અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરાયો હતો. આ યુવકનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ હતો. બુધવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. વરાછા એ ઝોનમાં કોરોનાના સૌથી વધુ ૫૧૫ કેસ સામે આવ્યા છે. જ્યારે કતારગામ ઝોનમાં ૪૪૮ કેસ સામે આવ્યા હતા.રાંદેર ઝોનમાં ૪૧૩, અઠવા ઝોનમાં ૪૦૯, ઉધના એ ઝોનમાં ૨૦૨ અને ઉધના બી ઝોનમાં ૪૦, વરાછા બી ઝોનમાં ૧૮૫, લીંબાયતમાં ૧૮૨, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૧૧૧ કેસ સામે આવ્યા હતા. શહેરમાં આવેલ બેંકોમાં ૧૦૫૫ જેટલા વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.સુરતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. કોરોનાકાળમાં બુધવારે શહેરમાં પહેલીવાર ૨૫૦૫ કેસ નોંધાયા હતા. ૨૨૮ દિવસ બાદ કોરોનાગ્રસ્ત ૩ દર્દીના મોત થયા હતા. જિલ્લામાં પણ ૨૬૫ કેસ સામે આવ્યા હતા. એક જ દિવસમાં કેસમાં ૩૬ ટકાનો વધારો થયો હતો. અગાઉ બીજી લહેરમાં ૨૩ એપ્રિલે એક દિવસમાં સૌથી હાઇએસ્ટ ૨૩૨૧ કેસ નોંધાયા હતા. અત્યારે ત્રીજી લહેરમાં ૧૨ હ જારથી વધુ એક્ટિવ કેસ પૈકી ૨૦૪ જેટલા દર્દી સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવારહેઠળ છે. જેમાં ૩૦ ટકા દર્દી વેન્ટિલેટર -બાયપેપ અને ઓક્સિજન પર હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *