સુરત
સુરતના ભટાર આઝાદ નગર ખાતે રહેતા સુરેશભાઈ સોનકર શાકભાજીનો ધંધો કરે છે. તેમની ૮ વર્ષીય પુત્રી અંશીકાને જન્મથી પેરાલીસીસ હોવાથી તે પથારીવશ હતી. અંશિકાનું મોત થતા પરિવાર મૃતદેહ લઈ અંતિમ વિધી માટે ઉમરા સ્મશાન પહોચ્યો હતો. જાેકે અંશીકાનું ડેથ સર્ટિફીકેટ ન હોવાથી સંચાલકોએ અંતિમ વિધી માટે સર્ટિફીકેટ જરૂરી હોવાથી સિવિલ લઈ જવા કહ્યું હતું. મૃતદેહ સિવિલ લવાતાં તબીબે અંશીકાને મૃત જાહેર કરી હતી. પોલીસે પીએમની તજવીજ હાથ ધરી હતી. મારી પુત્રી જન્મજાત પેરાલિસિસથી પીડાતી હોવાથી તે પથારીવશ હતી. અમે તેને ખુબ જ કાળજી અને જતનથી ઉછેરી રહ્યાં હતાં.અમને આશા હતી કે એક દિવસ તે સારી થઇ જશે. પરંતુ ચા પીતા પીતા તેણીએ આંખો બંધ કરી લીધી હતી. અમને આમ સાવ અચાનક છોડીને તે હંમેશા માટે જતી રહી. અંશિકાના મોત મારો સમગ્ર પરિવાર આઘાતમાં હતો. અમને નિયમની ખબર ન હતી કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર પૂર્વે ડેથ સર્ટિફિકેટની જરૂર પડશે. અમે અંશિકાનું અંતિમ સંસ્કાર કરવા ઉમરા સ્મશાનભૂમિ પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે ડેથ સર્ટિફિકેટ વગર અંતિમ સંસ્કાર થઇ શક્શે નહીં.જેથી અમે ફરીથી ડેથ સર્ટિફિકેટ લેવા માટે અંશિકાના મૃતદેહ સાથે સિવિલ હોસ્પિટલ પાછા ફર્યા અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી.ભટારમાં પેરાલિસીસના કારણે જન્મથી પથારીવશ બાળકીનું મોત નિપજ્યા બાદ પરિવાર અંતિમ વિધી માટે સ્મશાન પહોંચ્યો હતો. જાેકે બાળકીનું ડેથ સર્ટિફિકેટ ન હોવાથી સ્મશાનના સંચાલકો દ્વારા અંતિમ વિધી કરવા દેવામાં આવી ન હતી. આખરે પરિવાર ડેથ સર્ટિફીકેટ માટે બાળકીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.