સુરત
સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જાેકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા. પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દે વિવાદ થયો છે. પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષ આપના નગરસેવકોએ આખી રાત સભાગૃહમાં વિતાવી હતી. સભામાં બોલવાની તક આપવા સહિતની માંગણી સાથે છેલ્લા ૨૦ કલાકથી તેઓ ધરણાં પર બેસ્યા હતા. જાે કે, સભાગૃહમાંથી શાસકોના ઇશારે તેમને બહાર કાઢવાના પ્રયાસ કરાયા હતા. વિપક્ષના આક્ષેપ મુજબ, સભાગૃહમાં પહેલાં તો પાણી અને વીજળીના કનેકશનો કાપી નાખ્યા હતા. બાદમાં મનપાના માર્શલો અને પોલીસે સભાગૃહમાંથી બહાર જવા કહ્યું હતું, પરંતુ અમે નહીં જતા ટીંગાટોળી કરીને બળજબરીપૂર્વક બહાર કઢાયા હતા. માર્શલોએ નગરસેવક ધનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ મહિલા નગરસેવક કુંદન કોઠિયાના કપડા પણ ફાડી નાખ્યાં હતા. કનુ ગેડિયાને માર મારી કપડા ફાડી નાખ્યા હતા. જ્યારે રચના હીરપરાને મોઢાના ભાગે મુક્કો વાગતા ઇજા પહોંચી હતી. તમામને સ્મીમેરમાં સારવાર માટે લઇ જવાયા હતા.વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે, શાસકોની સૂચનાથી જ આ કૃત્ય કરાયું છે. પોલીસ ફરિયાદ પણ લેતી નથી.સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને પાલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેથી આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આપના પ્રદેશ અધ્યક્ષ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલય પર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતો. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો અને ગોપાલ ઇટાલીયા સાથે ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
