Gujarat

સુરતમાં રાંદેરમાં વૃદ્ધાને માર મારી સોનાની ચેઇન લૂંટનાર ૨ ને ઝડપ્યા

સુરત
હીરાના કારખાનેદાર અને મિત્રની પાસે બાઇક દવાખાને જવાનું કહીને લઈ જઈ ચેઇન સ્નેચીંગ કરતા બે રીઢા પકડાયા હતા. આ બંને ચેઇન સ્નેચરોને ક્રાઇમબ્રાંચે કતારગામ સરદાર હોસ્પિટલ પાસેથી પકડી પાડ્યા છે. બંને ચેઇન સ્નેચરો અગાઉ હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. જેથી કારખાનેદારે બંનેને દવાખાને જવા બાઇક આપી હતી. બંને રીઢાચોરો છે અને ૨ વાર પાસા થયેલી છે. અગાઉ વાહનચોરી, ચેઇન સ્નેચીંગ, અપહરણ અને ચોરી જેવા ગંભીર ૧૦ ગુનાઓમાં પકડાયા હતા. રાંદેરમાં વૃદ્ધ મહિલાને માર મારી સોનાની ચેઇન લૂંટી લેવાના ગુનામાં પણ આ બંને આરોપી સામેલ હતા ઉપરાંત અડાજણ, પાલ સહિતના ૬ ગુનાઓ ઉકેલાયા છે. બંને ચેઇન સ્નેચરો પાસેથી ૪ સોનાની ચેઇન, બે ચોરીના બાઇક, બે મોબાઇલ મળીને ૩,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને ચેઇન સ્નેચરો મોટેભાગે રાંદેર, પાલ, અડાજણમાં એકલી મહિલાને ટાર્ગેટ કરતા હતા. ખુલ્લા રોડ હોવાથી ભાગવામાં પણ આસાની રહે છે. પકડાયેલામાં કૃણાલ વિઠ્ઠલ વડવાલે(૨૬)(રહે.લક્ષ્મીનગર સોસા,ચોકબજાર,મૂળ. મહારાષ્ટ્ર) અને કિશન ભરત વાટુકીયા(૨૩)(રહે,વિશાલ નગર સોસા, વેડરોડ,મૂળ રહે,ધંધુકા, અમદાવાદ)એ છેલ્લા બે માસમાં ૬ સ્નેચીંગ કરી હોવાની કબૂલાત કરી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *