સુરત
સુરતના સચીન હોજીવાલા પાસે એક શ્રમજીવીને ચપ્પુના બે ઘા મારી લૂંટનો પ્રયાસ કરાતા પોલીસ પેટ્રોલિંગ સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ ખસેડાતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશનમાં લઈ ૨૩ ટાંકા લઈ યુવાનનો જીવ બચાવ્યો છે. મોત સામે લડી રહેલા યુવાને જણાવ્યું હતું કે, હુમલાખોર બે અજાણ્યા ઈસમો હતા. પેટ અને કમરના ભાગે ચાકુ મારતા આંતરડા બહાર આવી ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા શ્રમજીવીને તાત્કાલિક ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ રવાના કરાયો હતો. ઇજાગ્રસ્ત ઈસમ પોતાનું નામ અજિત શિવ શકર મોહન્તી કહી રહ્યો હતો. પ્લાયવૂડ ફેકટરીમાં કામ કરતો અજિત મિલ પાછળ પાળી પર બેસવા ગયો હતો. એકાંતમાં બેસેલા અજિતને લૂંટના ઇરાદે ઘા મરાયા હતા. હોસ્પિટલ ખસેડાતા જ તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડ્યો હતો. ડોક્ટરોએ કમર અને પેટમાં ૨૩ ટાકા લઈ અજિતનો જીવ બચાવાયો હતો. ઘટનાની જાણ બાદ સચીન પોલીસે તપાસ શરૂ કરી છે. અજિત મૂળ બિહારનો વતની છે.પરિવારમાં એક પત્ની અને એક બે વર્ષનો બાળક છે. સુરતમાં પાંચ વર્ષ પહેલા આવ્યો હતો. અજિત વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદ રૂપ થતો હતો.


