સુરત
સુરતના પાંડેસરામાં એક શ્રમજીવીને સીધા માથામાં જ ચપ્પુના ઘા મારી મોબાઈલની લૂંટ ચલાવાતા ભાગદોડ મચી ગઇ હતી. ઇજાગસ્ત શ્રમજીવીએ કહ્યું જીવ બચાવવા ભાગ્યો ન હોત તો હુમલાખોરે પતાવી જ દીધો હોત. સુરત હવે પરપ્રાંતિય કામદારો માટે રહેવા કે પસીનો પાડી રોજગારી લેતા કામદારો માટે રહેવા લાયક રહ્યું નથી, હવે જેટલા દિવસ સાજા થવા ને લાગશે એનો પગાર કોણ આપશે. રાત્રે એક શ્રમજીવીને માથા અને હાથ પર ચપ્પુના ઘા મરાયેલી હાલતમાં લવાયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાહદારી પર લૂંટારુએ પાછળથી હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયો હતો. શ્રમજીવી સૂર્યનારાયણ શિવકુમાર યાદવ હોવાનું અને પાંડેસરા શાંતિવન સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત સૂર્યનારાયણને તાત્કાલિક સર્જરી વિભાગમાં રીફર કરી માઇનર ઓપરેશન બાદ રજા આપી દેવાય હતી. સૂર્યનારાયણ એ કહ્યું હતું કે મોતને આંખ સામે જાેઈ જમીન સરકવા લાગી હતી. મિલમાંથી ઘરે જતા રસ્તામાં હુમલો થયો હતો. હું મારા વતન પરિવાર સાથે વાત કરતો હતો. પાછળથી અચાનક કોઈએ માથામાં ચપ્પુના ઉપરા ઉપરી ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ મોબાઈલ ઝૂંટવી હુમલાખોર ફરી હુમલો કરે એ પહેલાં જ ભાગી ગયો તો જીવ બચ્યો એમ કહી શકાય. રૂમ પર ગયા બાદ મિત્રોને આખી વાત કરતા તેઓ પ્રથમ સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તબિયત સારી છે.
