Gujarat

સુરતમાં ૨ ઠગ જ્વેલર્સના ૩.૫૦ લાખના દાગીના લઈ ફરાર

સુરત
‘તુમ ભગવાન કો દેખના ચાહતે હો’ કહી બાબા બનીને આવેલા બે ઠગ વાડી ફળિયાના જ્વેલર્સના કારીગર પાસેથી ૩.૫૦ લાખના દાગીના તફડાવી ભાગી ગયા હતા. આ અંગે જ્વેલરે અઠવા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી સીસી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. મહિધરપુરા વાણીયા શેરીમાં જ્વેલર્સનો વેપાર કરતા અમિત કર્માકર પર ૧૦મીએ સાંજે મહિલા ગ્રાહક સોનીયા ગોહેલનો ઓર્ડર માટે કોલ આવતાં વેપારીએ કારીગર સૌરભ રૂઈદાસને મોક્લ્યો હતો. સૌરભ હાર-બુટ્ટીનું બોક્ષ બેગમાં મૂકી બાઇક પર આવતો હતો ત્યારે વાડી ફળિયામાં જ્વેલર્સની દુકાન પાસે જ એક શખ્સે બૂમ પાડતાં કારીગર તેની પાસે ગયો હતો. બાબા જેવા દેખાતા ઈસમે અગરબત્તી માંગી હતી. આથી કારીગરે તેને ૧૦ રૂપિયા આપ્યા તો તેણે લીધા ન હતા અને અગરબત્તી માંગી હતી. દરમિયાન અજાણ્યો બનીને આવેલા બીજા ઠગે કારીગર સાથે બંગાળીમાં વાત કરી તેને વિશ્વાસમાં લીધો હતો. દરમિયાન અજાણ્યાએ બાબા બનેલા ઠગને ‘આપ બતા શકતે હો મેં કીસ કી પૂજા કરતા હું’ કહી બાબાને હાથ બતાવ્યો તો બાબાએ કહ્યું ‘તુમ બજરંગ બલીની પુજા કરતે હો’. આ જાેઈને કારીગરે પણ ઠગ બાબાને હાથ બતાવ્યો તો તેને મહાકાળીની પુજા કરે છે એવું કહી ઠગે ઘરેણાની બેગ અજાણ્યાને આપી દેવા કહ્યું હતું. કારીગરે અજાણ્યાને દાગીના આપતાં ત્રણેય જણા ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા હતા. બાબાએ અજાણ્યાને કહ્યંર કે ‘તુમ ભગવાન કો દેખના ચાહતે હો તો ભગવાન કા નામ લેતે-લેતે ૧૦-૧૨ કદમ આગે જાઓ ઔર વાપસ આઓ. પછી ઠગે કારીગરે પણ આવું જ કહ્યું હતું. જાે કે, આ દરમિયાનમાં બંને ઠગ બાઇક પર દાગીના લઈ સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *