સુરત
સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતો સુરેશ ધીરુ ડોબરીયા મોબાઇલ છેતરપિંડીના ગુનામાં આરોપી હતો.ચાર વર્ષથી નાસતો ફરતો સુરેશ ઘરે હોવાની સરથાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને માહિતી મળતા પોલીસે તેના ઘરેથી તેને ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના સરથાણામાં ચાર વર્ષથી છતરપિંડીના કેસમાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ ચાર વર્ષ અગાઉ ડમી ગ્રાહક મોકલીને પ્રયોશા નામની મોબાઇલની દુકાનમાંથી ૨૦.૬૩ લાખથી વધુની કિંમતના મોબાઈલ લઈ જઈ છેતરપિંડી આચરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

