Gujarat

સુરેન્દ્રનગરના પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં બે મજૂરોના મોત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના પાટડીના ઘાસપુરની કેમિકલ ફેક્ટરીમાં ગુંગળાઇ જવાથી બે મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ-ગોધરાના બે મજૂરો પૈકીનો એક મજૂર આ કેમિકલ ફેક્ટરીમાં ટાંકીમાં ઉતરતાં તેનું ગુંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું. ઉપરાંત આ મજૂરને બચાવવા જતા બીજાે મજૂર પણ ટાંકીમાં ઉતરતાં બંને મજૂરોનું ગુંગળાઇ જવાથી કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા બંનેની લાશોને ટાંકામાંથી બહાર કઢાઇ હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. જાે કે કેમિકલ ફેક્ટરી હોવાના કારણે અંદર ગેસ ઉત્પન્ન થયો હોવાના લીધે ગુંગળામણ થવાથી આ બેઉનું મોત નીપજ્યું હોવાની સંભાવના પીએસઆઇએ સેવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *