Gujarat

સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર પીકઅપ વાન પલ્ટી જતા ૩ના મોત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પીકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ બોટાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચુડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ચુડા સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પીકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *