Gujarat

સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે, ૧૫ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાનું રહેશે

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષે પણ જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તથા રાસ ગરબા એમ કુલ ત્રણ સ્પર્ધાનું આયોજન થનારૂ છે. પ્રાચીન તથા અર્વાચીન ગરબાની સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના સ્પર્ધકો તથા રાસ સ્પર્ધા માટે ૧૪ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધકો ભાગ લઈ શકશે. ગરબા (પ્રાચીન તથા અર્વાચીન) તથા રાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોની સંખ્યા ૧૨ થી ૧૬ સ્પર્ધકો તથા ૪ સહાયકનો સમાવેશ થાય છે. ગરબા (પ્રાચીન /અર્વાચીન) તથા રાસ સ્પર્ધાનો સમય ૬ થી ૧૦ મિનિટ રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક કલાકારો/સ્પર્ધકોએ ચાલુ કામકાજના દિવસો દરમ્યાન કચેરી સમયમાં સંપૂર્ણ વિગતો ભરેલું નિયત નમુનાનું ફોર્મ સાથે તમામ સ્પર્ધકોના આધાર કાર્ડ જાેડી તારીખ ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીને પહોંચતું કરવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *