સેવા સમર્પણ અને શાસ્ત્ર સંમત માર્ગે સમગ્ર રઘુવંશી સમાજનાં આસ્થાનાં કેન્દ્ર સમા રામધામનું કરોડોના ખર્ચે વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા ખાતે બનવા જઈ રહ્યું છે તે સંદર્ભે તારીખ ૧૦ થી ત્રિદિવસીય શ્રી રામ મહાયજ્ઞમાં સાથે શુભારંભ થયો. સમગ્ર રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમું આ રામધામ સમગ્ર વિશ્ર્વમાં વસતાં રઘુવંશીઓ માટે ગૌરવરૂપ બનશે. આવતીકાલે તારીખ ૧૨ ના રોજ રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં દેશ વિદેશના રઘુવંશી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.. આ મહાસંમેલન રઘુવંશી ગૌરવ અને રઘુવંશી એકતાનું એક અદ્ભૂત સીમાચિહ્ન બની રહેશે. સમગ્ર રઘુવંશી સમાજમાં આ બાબતે ભારે ઉત્સાહ જોવા મળેલ છે. આમ તો રામધામનાં સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી સહીત લોહાણા સમાજનાં માર્ગદર્શન હેઠળ એક અદભૂત રામધામ નિર્માણ પ. પૂ. હરિચરણદાસજીનાં આશીર્વાદથી સંપન થશે. તારીખ ૧૨ ને શનિવારના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે રઘુવંશી સમાજનું ત્યાં મહાસંમેલન યોજાશે.
સેવા સમર્પણ અને શાસ્ત્ર સંમત માર્ગે સમગ્ર રઘુવંશી સમાજનાં આસ્થાનાં કેન્દ્ર સમા રામધામનું કરોડોના ખર્ચે વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા ખાતે બનવા જઈ રહ્યું છે
સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)