સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તોકતે વાવાઝોડા બાદ વૃધ્ધો, વિધવાઓ અને નિસહાય અને અશકત લોકોના પડી ગયેલા મકાનોને ફરીવાર દિગ્દર્શક, લેખક, યુ ટ્યુબર, કોમેડિયન, ટીકટોક સ્ટાર, બાયોગ્રાફી – સ્ટાર્સ. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ દ્વારા ૨૦૦ કરતા પણ વધુ મકાનો સ્વખર્ચે નિસ્વાર્થ ભાવે બનાવી આપવામાં આવ્યા છે તથા હજુ પણ તેમના દ્વારા આ સેવા ચાલુ છે ગુજરાતી કોમેડીમેન અને લાખો બાળકોના ચાહક ખજૂરભાઈ, જીગલી, હાથીભાઈ અને તેમની ટીમ દ્વારા તેમના ચાહક અને સાવરકુંડલા ખાતે રહેતા દશનામ ગોસ્વામી મંડળ ના પ્રમુખ પ્રકાશગીરી ગોસ્વામીને પેરેલીસીસનો એટેક આવતાં તેમની ખબર અંતર પૂછવાં પધાર્યા હતા આ તકે એડવોકેટ મનોજભાઈ બગડા, જર્નાલિસ્ટ અમીતગીરી ગોસ્વામી, યુવા અગ્રણી વિજયપરી ધારી વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને ખજૂરભાઈ અને તેમની ટીમને રૂદ્રાક્ષની માળા પેહરાવી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ખજૂરભાઈ સાવરકુંડલા આવ્યાના સમાચાર સાંભળતા જ તેમના હજારો ચાહકો તેમને જોવા અને સેલ્ફી માટે એકઠા થવા લાગ્યા હતા.


