Gujarat

સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કોટનનો વાયદો ઊંચામાં રૂ.42,140 બોલાયોઃ મેન્થા તેલ, રબર, કપાસમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 154 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 511 પોઈન્ટની મૂવમેન્ટઃ એનર્જી ઈન્ડેક્સ 222 પોઈન્ટ ડાઊન

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,88,666 સોદાઓમાં કુલ રૂ.16,803.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 154 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 511 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી, જ્યારે ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદો 222 પોઈન્ટ ડાઊન હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 84,115 સોદાઓમાં કુલ રૂ.6,400.70 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,342ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,383 અને નીચામાં રૂ.51,010ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.506 ઘટી રૂ.51,065ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.204 ઘટી રૂ.41,208 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 ઘટી રૂ.5,131ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,292ના ભાવે ખૂલી, રૂ.418 ઘટી રૂ.51,024ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,890ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,977 અને નીચામાં રૂ.67,035ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 903 ઘટી રૂ.67,202ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 853 ઘટી રૂ.67,429 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.859 ઘટી રૂ.67,433 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 52,613 સોદાઓમાં કુલ રૂ.4,814.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,018ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,217 અને નીચામાં રૂ.7,937ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.45 વધી રૂ.8,182 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.70 ઘટી રૂ.410.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,453 સોદાઓમાં રૂ.149.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,163 બોલાઈ રહ્યો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.41,610ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,140 અને નીચામાં રૂ.41,570ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.490 વધી રૂ.41,980ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,480ના ભાવે ખૂલી, રૂ.13 વધી રૂ.17518 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.40 વધી રૂ.1065.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 20,212 સોદાઓમાં રૂ.4,085.90 કરોડનાં 7,955.287 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 63,903 સોદાઓમાં કુલ રૂ.2,314.80 કરોડનાં 342.306 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 35,239 સોદાઓમાં રૂ.3,743.10 કરોડનાં 46,34,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,374 સોદાઓમાં રૂ.1,071 કરોડનાં 25850000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,073 સોદાઓમાં રૂ.133.47 કરોડનાં 31775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 366 સોદાઓમાં રૂ.15.48 કરોડનાં 143.28 ટન, રબરના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.28 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 23,001.245 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 360.763 ટન, ક્રૂડ તેલમાં 687300 બેરલ અને નેચરલ ગેસમાં 9653750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 170600 ગાંસડી, મેન્થા તેલમાં 421.2 ટન, રબરમાં 48 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 589 સોદાઓમાં રૂ.45.46 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 586 સોદાઓમાં રૂ.45.15 કરોડનાં 600 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 2 સોદાઓમાં રૂ..21 કરોડનાં 2 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ..10 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 546 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 42 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 38 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,280ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,280 અને નીચામાં 8,280ના સ્તરને સ્પર્શી, 222 પોઈન્ટ ઘટી 8,280ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,142ના સ્તરે ખૂલી, 154 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 153 પોઈન્ટ ઘટી 15,010ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,189ના સ્તરે ખૂલી, 511 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 626 પોઈન્ટ ઘટી 21445ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 44540 સોદાઓમાં રૂ.4,340.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.237.44 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.41 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,582.09 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.434.81 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 180.58 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.575.90 ખૂલી, ઊપરમાં રૂ.674.20 અને નીચામાં રૂ.523.90 રહી, અંતે રૂ.22.90 વધી રૂ.648.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.420ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.90 ખૂલી, ઊપરમાં રૂ.30.20 અને નીચામાં રૂ.24.65 રહી, અંતે રૂ.6.60 ઘટી રૂ.25.30 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,494 ખૂલી, ઊપરમાં રૂ.1,494 અને નીચામાં રૂ.1,241.50 રહી, અંતે રૂ.465.50 ઘટી રૂ.1,314.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.560 ખૂલી, ઊપરમાં રૂ.584 અને નીચામાં રૂ.458.60 રહી, અંતે રૂ.20.30 ઘટી રૂ.480 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.20 ખૂલી, ઊપરમાં રૂ.23.50 અને નીચામાં રૂ.20.05 રહી, અંતે રૂ.3.25 વધી રૂ.22.55 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.771 ખૂલી, ઊપરમાં રૂ.810 અને નીચામાં રૂ.728.50 રહી, અંતે રૂ.42 વધી રૂ.747.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *